Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ગુજરાતમાં 'પોરો' ખાતા મેઘરાજા લો પ્રેશર સિસ્ટમ એમપી ફંટાઇ...

ડાંગ જિલ્લામાં વધુ એક ઇંચ વરસાદ-અન્યત્ર ઉઘાડ

વાપી તા. ર૭: રાજયભરમાં ચોમાસાની આ સિઝનમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ મેઘરાજાએ પોરો ખાતા રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા થી ર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

અરબ સાગર તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી હોવાની સામે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી.

પરંતુ દ. ગુજરાત તરફ પ્રબળતાથી આવી રહેલા સિસ્ટમ મધ્ય પ્રદેશ તરફ ફંટાઇ જવાથી વરસાદ અટકયાનું કહેવાય છે.

છેલ્લા ર૪ કલાકથી મેઘરાજાએ રાજયભરમાં પોરો ખાધો છે. રાજયના માત્ર ૪૮ તાલુકાઓમાં ઝાપટાથી હળવો વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તાર કોરોધાકોડ જ રહેવા પામ્યો છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લામાં આહવા ર૪ મી.મી., તાપી જીલ્લાના નિઝરમાં ૧૬ મી.મી. વલસાડ જીલ્લાના ધરમપુર પંથકમાં ૧૩ મી.મી. હળવો વરસાદ નોંધાયો છે.

 ઉત્તર ગુજરાત પંથકમાં સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં વિજયનગર ખાતે ર૧ મી.મી. વરસાદ નોંધાયો છે. તો ઇડર ખાતે ૧ર મી.મી. અને ખેડબ્રહ્મા ખાતે માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે. મેઘરાજા હળવા બનતા ખેડુતો ખેતી કામમાં જોડાયા છે. (૭.ર૮)

(11:44 am IST)