Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મહેસાણા જીલ્લામાં પાટીદાર શહિદ યાત્રાનું સ્વાગત

ભાલક ગામનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાટીદાર અનામત આંદોલનના શહીદોને શ્રદ્ઘાંજલિ આપવામા આવી તેમજ ભાલક મુસ્લિમ પરિવાર વતી સાબિરખાન મુલેમખાન પઠાણનાઓએ સમર્થન પત્ર આપ્યો હતો. ઊંઝાથી પ્રસ્થાન થઈ મહેસાણા સુધી પહોંચેલી શહીદ યાત્રાને ઠેર ઠેર મળી રહેલ જોરદાર આવકાર એ વાતની સાબિતી છે કે યુવાનોને અને સમાજને ફકત અનામતના મુદ્દામાં રસ છે વ્યકિત વિશેષ કે નામ કે હોદ્દા કે જાહેરાતોમાં નહીં. કોઈપણ ફોટા, બેનર, હોદ્દા, નામ કે વ્યકિત વિશેષની આગેવાની વગર જ નીકળેલ શહીદ યાત્રામાં અનામતના મુદ્દાને લઈને યુવાનોમાં આજે પણ જુસ્સો અને ઝનૂન અકબંધ છે તેમજ શહિદોને ન્યાય અપાવવા માટેનો રોષ પણ એટલો જ છે બસ હવે ઙ્કવ્યકિત નહીં સમાજ મહાનઙ્ખ એ રીતે સાથે મળીને આગળ વધીએ..  ખાસ.આજે મહેસાણા માં ૧૫૦૦ જેટલા બાઇક અને ૫૦ ફોરવિલ સાથે વિસનગર આવ્યા અને ત્યાંથી વિસનગર ના યુવાનો પણ જોડાયા અને ૨૫૦૦ જેટલા બાઇક અને ૧૦૦ જેટલા ફોરવિલ સાથે વિસનગર ની હદ સુધી સાથે આવ્યા હતા તેમ પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રાના આયોજકોએ જણાવ્યુ હતું.

(11:28 am IST)