Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં :પક્ષ વિરુદ્ધ ઉચ્ચારણો બદલ રાજકોટ વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાને ફટકારી નોટીસ :કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ

રાજકોટ ;ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે પક્ષ વિરુદ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરવા અને ગેરશિસ્ત આચરનારા સામે શિસ્તભંગનો કોરડો વિંઝવો શરૂ કર્યો છે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપૂતે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાને પ્રદેશ કોંગ્રેસે કારણદર્શક નોટિસ આપી છે

   પ્રેસ સમક્ષ પક્ષ વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પક્ષની પ્રતિષ્ઠને નુકશાન પહોંચાડવા બદલ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શિક્ષાત્મક પગલાં એકમ લેવા તે અંગે ખુલાસો માંગતી નોટિસ ફટકારી છે
   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના મોટાગજાના નેતાઓ અને બાદમાં કર્યકર્તાઓમાં નારાજગો બહાર આવી રહી છે સૌરાષ્ટ્રમાં ગત રવિવારે કુંવરજીભાઇ બાવળિયાએ વિછિયામાં સામાજિક સમરસતા નામે કોળી સમાજનું સંમેલન યોજ્યા બાદ સોમવારે રાજકોટ શહેર પ્રમુખ ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂના રાજીનામાં બાદ રાજકોટ શહેરના કોંગ્રેસના ભડકો થયો હતો

 મનપાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયા સહીત કેટલાક કોર્પોરેટરો પણ રાજીનામાં આપવાના મૂડમાં હોવાનું બહાર  આવ્યું હતું સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે અને ગેરશિસ્ત આચરનારા વિરુદ્ધ  કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે

(11:08 pm IST)