Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સુરતમાં બાળક ચોર સમજીને લોકોએ સગી માતાને માર્યો ઢોર માર;બાળકીની જ માતા હોવાનું ખુલ્યું : પોલીસ ફરિયાદ

 

સુરતમાં બાળક ચોર સમજીને લોકોએ એક સગી માતાને ઢોર માર માર્યો હતો જોકે બાદમાં મહિલા બાળકીની માતા હોવાનું ખુલ્યું હતું સુરતમાં એક ખોટા ઓડિયો ક્લિપના કારણે લોકોએ સગી માતાને બાળક ચોર સમજી ઢોર માર માર્યો છે.

  છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મહિલાઓની ટોળકી સક્રિય હોવાનું ઉલ્લેખ કરાયો છે. જે નાના બાળકોનું અપહરણ કરે છે. જોકે સુરત પોલીસ દ્વારા ઓડિયોને ખોટી ગણાવવામાં આવી છે. તેમ છત્તા ઓડિયોની વિપરીત અસર વરાછા વિસ્તારમાં જોવા મળી છે. જ્યાં સગી માતાને લોકોએ બાળક ચોર સમજી માર માર્યો છે. જોકે આખરે બાળકીની માતા હોવાનું પુરવાર થતા લોકો પણ ચોંકી ગયા હતા. જ્યાં બીજી તરફ પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે.

(11:44 pm IST)