Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મોડે મોડે અમદાવાદમાં 2.28 કરોડના ખર્ચે જંતુનાશક દવા છંટાશે;દરખાસ્ત મુકાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. મોટેભાગે શહેરમાં  રોગચાળા પર અંકુશ માટે તંત્ર દ્વારા મે મહિનાના પ્રારંભથી જ ઘરે ઘરે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરાય છે.પરંતુ હવે મોડે મોડે યાદ આવ્યું હોય તેમ આ વખતે હવે સત્તાવાળાઓએ આ માટે છેક અત્યારે ચોમાસુ બેઠું ત્યારે  2.28 કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરીને  સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી છે

(8:27 pm IST)