Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડોદરા:બાપોદ વિસ્તારમાં પરિણીતા સાથે સંબંધ ન રાખવા સમજાવવા ગયેલ પરિવાર પર યુવકનો હુમલો

વડોદરા: બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરકામ કરે છે અને તેમના પતિ કોર્પોરેશનમાં નોકરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ચાર મહિના પહેલા ફેસબુક પર કિશોર રઈજીભાઈ માળી રહેવાસી ખંડેરાવ મંદિર માળી મહોલ્લા સાથે મિત્રતા થઈ હતી અને અવારનવાર ફેસબુક પર સામ સામે એકબીજાને મેસેજ કરતા હતા. જેની જાણ મારા પતિને થતા અમારે બોલાચાલી થઈ હતી જેથી હું મારા પિયર જતી રહી હતી. ત્યારબાદ મારા પિતા તથા મારા ભાઈઓએ અમારા વચ્ચે સમાધાન કરાવતા 24-5-2023 ના રોજ હું મારા પતિ સાથે મારી સાસરી ખાતે પરત જતી રહી હતી. ગઈકાલે રાત્રે 8:00 વાગે હું તથા મારા પતિ, મારા જેઠાણી, મારા જેઠ તથા મારા ભાઈ અને પિતા તમામ ભેગા મળીને કિશોર માળીને સમજાવવા ગયા હતા કે તે મને હેરાન કરે નહીં કિશોરને ફોન કરતા તે ગાળો બોલવા લાગ્યો હતો. કિશોર તથા તેના ભાઈ મહેશ અમારી સાથે મારામારી કરી હતી. કિશોરે ચપ્પુ વડે મારા જેઠને મારવા જતા મારા જેઠાણીએ વચ્ચે પડી ચપ્પુ પકડી લેતા તેમની હાથની આંગળી પર ઈજા થઈ હતી. દરમિયાન ટોળું ભેગું થઈ જતા પોલીસની ગાડી આવતા અમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

(6:11 pm IST)