Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગોવિંદપુરા ગામે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં અમદાવાદના પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય

શ્રી કૌશલેન્દ્ર મહારાજના હસ્તે ધામધૂમથી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

અમદાવાદ તા. ૨૭ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તથા શ્રી નરનારાયણદેવ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી કૌસલેન્દ્રજી મહારાજ તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીવ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સમગ્ર ધર્મકુલની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ જેતલપુર મંદિરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી આત્મપ્રકાશદાસજી સ્વામી તથા સ.ગુ. શાસ્ત્રી પુરુષોતમપ્રકાશદાસજી સ્વામીની માર્ગદર્શન પ્રમાણે શ્રી નરનાયણદેવ ગાદી તાબાનું ખાખરિયા પ્રાંતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના  ગોવિંદપુરા ગામે નૂતન કલાત્મક સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામેલ છે.
 આ નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં તા.18-5-2023ના રોજ નરનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૮ આચાર્ય શ્રી કૌસલેન્દ્રજી મહારાજ હસ્તે વૈદિક વિધિ સાથે ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે વિજય ધ્વજ સ્થાપના, અખંડ ધૂન, મહાવિષ્ણુયાગ, નગરયાત્રા, કથા પારાયણ, અન્નકૂટોત્સ્વ વગેરે વિવિધ આયોજનો કરવામાં આવેલ.
કથા પારાયણના વકતા શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી રહેલ, સંહિતાપાઠી તરીકે જગતપ્રકાશદાસજી સ્વામી રહેલ, સભાનું સંચાલન સ્વામી જનમંગલદાસજી સ્વામી તથા ભાનુભાઇ પટેલે સંભાળેલ. દિપ પ્રાગટ્ય વયોવૃદ્ધ સ્વામી શ્યામચરમદાસજી સ્વામી, આત્મપ્રકાશદાસજી સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદજી સ્વામી, ગુરુપ્રસાદદાસજી સ્વામી અને બ્ર્રહ્મચારી પૂર્ણાનંદજી સ્વામીના હસ્તે કરવામાં આવેલ, તેમ રમેશભાઇ પટેલની યાદીમાં જણાવેલ છે.   

 

 

(12:56 pm IST)