Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડોદરાના ચાંદોદમાં દશહરા મહોત્‍સવનો ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે પ્રારંભ

રાજકોટ :.. વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે શુભારંભ કરાવ્‍યો હતો. આજે ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની આરતી કરી હતી. સુપ્રસિધ્‍ધ મલ્‍હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્‍વી પર અવતરણ થયું હતું. તેની સ્‍મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્‍સવ ઉજવાય છે. મહોત્‍સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોકત મંત્રોચ્‍ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયું હતું. નરેન્‍દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના સેવાદાયિત્‍વના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર  અને ગંગા દશહરાનું પર્વ એમ બે પ્રસંગોનો સુભગ સમન્‍વય થયો હતો અને તે નિમિતે બ્રાહ્મણવૃંદ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.

(12:30 pm IST)