Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

માલપુર તાલુકાના ટુણાદર ગામે જમીન પડાવી લેવા બાબતે ત્રણ ઇસમોનો 60 વર્ષીય ખેડતૂ પર જીવલેણ હુમલો:હત્યાનો ગુનો દાખલ

માલપુર: તાલુકાના ટુણાદર ગામે એક શેઢે આવેલી ખેતી લાયક જમીન  પડાવી લેવા ઈસમો દ્વારા ૬૦ વર્ષિય ખેડૂત ઉપર હુમલો કરાયો હતો.અને ખેડૂતને શરીર ના અંદર ના ભાગે ગંભીર ઈજા મૂઢ માર દરમ્યાન પહોંચાડી મોત નીપજવાનાર આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાતાં ચકચાર મચી હતી.માલપુર પોલીસે ચકચારી પ્રકરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટુણાદર ગામના મહેશભાઈ પ્રજાપતિ એ પોતાની જમીન આ જ ગામના સાયબાભાઈ પગી ને વર્ષ અગાઉ વેચી દીધી હતી.પરંતુ આ એક જ સર્વે નંબર ૧૬૬ ની અન્ય જમીનમાં ગામના ખેડૂત બાલુભાઈ પ્રજાપતિનું નામ ચાલતુ હોય આ ખેડૂત અને તેનું  નામ સાયબા પગી ને અકળાવી રહયું હતું.બાલુભાઈ પ્રજાપતિ ને પોતાની જમીન સોંપી દેવા સાયબા પગી અવાર નવાર દબાણ કરતા હતા.  પરંતુ મંગળવાર ના રોજ જયારે ખેડૂત બાલુભાઈ પ્રજાપતિ તેઓના ભંઠાવાળા ખેતરમાં બાજરીનો ઘાસચારો એકઠો કરી રહયા હતા.ત્યારે જ બાજુના ખેતરમાંથી સાયબા પગી અને તેમના બે દિકરા ઉશ્કેરાઈ ને બાલુભાઈ ઉપર હીંચકારો હુમલો કરી દીધો હતો.૬૦ વર્ષિય વૃધ્ધ ખેડૂત સાથે ગાળાગાળી અને ખેંચતાણ કરી ધક્કો મારી ઢોર માર મારી શરીર ના અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચડતાં આ ખેડૂતે બુમાબુમ કરી દીધી હતી.

(5:48 pm IST)