Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સુરત:અમરોલીમાં ધાબા પર ચાલતી પાર્ટીમાં બાતમીના આધારે પોલીસના દરોડા:5 રત્નકલાકારોની ધરપકડ:ગુનો દાખલ

સુરત:અમરોલીના માણી રેસીડન્સી બિલ્ડીંગના ધાબા પર પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 5 રત્નકલાકારોને ટોળે વળી ગપ્પા મારતા ઝડપી પાડી એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અમરોલી-સાયણ રોડ સ્થિત માણકી રેસીડન્સીના બિલ્ડીંગના ધાબા પર લોકો પાર્ટી કરી રહ્યા છે તેવો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેના આધારે અમરોલી પોલીસે માણકી રેસીડન્સીના બિલ્ડીંગના ધાબા પર દરોડા પાડ્યા હતા

જ્યાંથી પોલીસે બિલ્ડીંગના અલગ-અલગ નંબરના ફલેટમાં રહેતા 5 રત્નકલાકાર જીગ્નેશ કરમશી રાસીયા (.. 33), બટુક પરબત સાવજ (.. 51), મયુર બટુક સાવજ (.. 26), સંજય મધુભાઇ નારોલા (.. 31) અને હરેશ પોપટ દેસાઇ (.. 40) ને ઝડપી પાડ્યા હતા

(5:44 pm IST)