Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમદાવાદ કાલુપુર માર્કેટ ફરી ધમધમતુ થતા ખરીદી માટે લોકો ઉમટ્યાઃ બાઉન્સરો બોલાવવા પડ્યા

અમદાવાદ: આજથી અમદાવાદમાં આવેલું કાલુપુર પાન માર્કેટ ફરીથી ધમધમતુ થયું છે. આજથી કાલુપુરમાં અનાજનું હોલસેલ માર્કેટ ખૂલી ગયું છે. તો બે મહિના બાદ કાલુપુરનું પાન માર્કેટ પણ આજે ખુલ્યું છે. સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેપારીઓ વેપાર કરી શકશે. માર્કેટ ખૂલતા છૂટક વેપારીઓ મોટી સંખ્યામાં પાન, મસાલા, બીડી, સિગરેટ લેવા માટે વહેલી સવારે પહોંચી ગયા હતા.

માર્કેટ ખૂલતાની સાથે લોકો ઉમટી પડતા પાન માર્કેટના પ્રેસિડેન્ટ દ્વારા તમામ વેપારીઓને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા વિનંતી કરાઈ છે. માર્કેટ ખુલતાની સાથે લાગી લાંબી લાઈન લાગી ગઈ હતી. છૂટક વેપારીઓની ભીડને કાબુમાં રાખવા બાઉન્સર પણ મૂકવામાં આવ્યા છે. બાઉન્સરો દ્વારા ભીડને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યું છે. પાન બજારમાં પ્રવેશ અને બહાર નીકળવાનો જુદો જુદો માર્ગ રાખવામાં આવ્યો છે, જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકાય.

આજથી અમદાવાદના કાલુપુરમાં આવેલા ચોખા બજાર અને લાટ બજારમાં આવેલી દુકાનો અને ગોડાઉન ખૂલ્યા છે. બે મહિના બાદ દુકાનો ખૂલતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો હવે સવારે 6 થી 8 દરમિયાન ટ્રક મારફતે બહારથી ચોખા બજાર અને લાટ માર્કેટમાં ઘઉં અને ચોખાની બોરીઓ આવી શકશે. સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી હાલ દુકાન અને ગોડાઉન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી કાલુપુરમાં આવેલું ચોખા બજાર અને લાટ માર્કેટ બંધ કરાયું હતું. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું હોવાથી બંધ કરવાનો લેવાયો હતો.

જોકે, આજે કાલુપુરમાં રિટેઇલ માર્કેટ બંધ કરાવાયું હતું. માત્ર હોલસેલના વેપારીઓને જ પરવાનગી આપવામાં આવી હોવાથી રિટેઈલ માર્કેટ ઓપન કરવા દેવાયું ન હતું.

(5:05 pm IST)