Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદની શકયતા નહિવત: ત્રણ-ચાર દિ પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા ઝાપટા પડશે

વાવાઝોડા અંગે આગમી બે -ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે

અમદાવાદ : હાલમાં કાળઝળા ગરમીમાંથી રાહત મળે એ માટે લોકો વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિબાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. અને આગામી 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર , ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસમાં સ્થતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

(12:36 pm IST)