Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પાલેજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચના રાજીનામા મામલે પંચાયત અને ટીડીઓને હાઇકોર્ટની નોટિસ

નવા કોઇપણ ઉપ સરપંચની નિમણૂક નહીં કરવા વચગાળાનો મનાઈ હુકમ

પાલેજ ગ્રામ પચાયતનાં ઉપ સરપચ હસ્મિતાબેન ઘનશ્યામ પટેલનાં રાજીનામાં અંગે પાલેજ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવને લઈ હસ્મિતાં બહેને હાઇકોર્ટમાં રિટ પીટીસન અરજી દાખલ કરી રાજીનામા ઉપર મનાઈ હુકમની માંગણી કરી હતી.જે પીટિસનની સૂનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા ગ્રામપંચાયત તેમજ ટી.ડી..ભરુચ સામે કારણ દર્શક નોટિસ કાઢી ગ્રામપંચાયતમાં નવા કોઇપણ ઉપ સરપંચની નિમણૂક નહીં કરવા વચગાળાનો મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.

   હાઈકોર્ટ દ્વારા આગામી તારીખ ૧૧ જૂનનાં રોજ પાલેજ ગ્રામપંચાયતનાં તલાટી તેમજ ટી.ડી. ભરુચનાં ખુલાસા માગ્યા છે. પીટિસનની વધુ સુનાવણી ૧૧ જૂનનાં રોજ રાખવામાં આવી છે.     હસ્મિતાબેન પટેલનાં જણાવ્યા મુજબ તેઓનું બોગસ રાજીનામું રજુ કરી ગેરકાયદે ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. ઉપસરપંચના પદેથી હટાવવાનો ઠરાવ કરવામાં આવતા અંગે અમે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. છતાં કોઈ પગલાં નહીં લેવાતા છેવટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

  જેના પગલે કોર્ટ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઇને તાત્કાલિક ધોરણે ડે.સરપંચને સ્ટે આપી જવાબદાર અધિકારીઓ તેમજ સરપંચતલાટીને સમન્સ પાઠવી તારીખ ૧૧ મી જૂને હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું

(1:39 pm IST)