Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

સુરતના સચીનમાં હિટ એન્ડ રન : ઘર નજીક માસુમ બાળાને કારચાલકે કચડી નાખી: ચાલાક નાશી ગયો

સુરત :સચિનના શિવનગરના ગેટ પાસે બપોરે હીટ એન્ડ રનની ઘટનામાં બેફામ દોડી આવતા કારના ચાલકે ઘર નજીક રમતી માસુમ બાળકીને કચડી મારી હતી. માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

  મળતી વિગત મુજબ મુળ બિહારનો વતની દેવાંશુ ગુપ્તા સચિન ખાતેના વિશાલનગરમાં રહે છે બપોરે ઘરની સામે આવેલા શિવનગરના ગેટ પાસે દેવાશુંની પાંચ વર્ષીય પુત્રી કનક અન્ય બાળકો સાથે રમી રહી હતી, ત્યારેબેફામ ઝડપે કારના ચાલકે તેણીને અડફેટે લીધી હતી જેને પગલે માસુમ કનકને માથામાં અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોતને ભેટી હતી.

   મૃતક કનકના બીજા એક-એક ભાઈ બહેન છે. જ્યારે તેણીના પિતા દેવાંશુ મજૂરી કામ કરે છે.પોલીસ પાસે ફરાર ચાલકની કારનો નંબર આવી ગયો છે.જોકે  ઘટનાના એક દિવસ પછી પણ સચિન જીઆઈડીસી પોલીસ કાર ચાલકને શોધી શકી નથી.

(12:39 pm IST)