Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

વડગામની એક શાળાના શિક્ષણે વિદ્યાર્થીનીની છેડતી કરી : પોલીસે શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડગામ : વડગામની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી અને પોલીસે શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જીલ્લામાં આવેલ વડાગામની તપોવન વિદ્યાલયમાં એક શિક્ષક દ્વારા શાળામાં ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થીની છેડતી કરવામાં આવતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રમજનો સહિત તમામ લોકો ગુરૂની પ્રતિષ્ઠાને લાંછન લગાવનાર શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ઘટનાને વિગતે જોઈએ તો, વડગામની તપોવન વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આજ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બનાવતા રવિ પંચાલ નામના શિક્ષકે છેડતી કરી છે. અત્યારે વેકેશન ચાલી રહ્યું હોવાથી સ્કુલમાં ફ્રી ટ્યુશન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં નરાધમ શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી ધોરણ-10ની વિદ્યાર્થીની છેડતી કરી. મામલે વિદ્યાર્થીએ પોતાના પરિવારને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો.

વિદ્યાર્થીનીના પરિવાર સહિત ગ્રમજનોએ શાળાના સંચાલકને મુદ્દે જાણ કરી શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. શાલાના ટ્રસ્ટિએ તત્કાલિન છેડતી કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસે ફરિયાદના આધારે રવિ પંચાલ નામના શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા પણ તોડા સમય પહેલા અરવલ્લી જીલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવી ઘટના સર્જાઈ હતી, જેમાં મદની સ્કુલમાં એક શિક્ષકે 7 વિદ્યાર્થીનીની છેડતી કરી ઢોર મારમાર્યો હતો, સિવાય થોડા સમય પહેલા દિયોદરની મખાણુ પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા જેલ ભેગો કરવામાં આવ્યો હતો. એટલું નહીં હમણાં કડીમાં એક શાળામાં ધોરણ 7માં અબ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળા શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના પણ સામે આવી હતી. સિવાય જંબુસરના મંગણાદ ગામે રહેતો ઇદ્રિશ માસ્તર પણ શાળામાં અભ્યાસ કરતી એક બાળકીને એકલતામાં પોતાના ખોળામાં બેસાડી તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો તેવી ફરિયાદ નોંધવામાં આવી હતી.

(12:20 am IST)