Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઓલપાડ તાલુકાના સેગવા ગામની તરુણીને ભગાડી જનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

ઓલપાડ: તાલુકાના સેગવા ગામે રહેતી અને ધો. ૧૨માં અભ્યાસ કરતી તરૃણીને જુનાગામનો યુવાન ભગાડી જતાં પોલીસે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેગવા ગામે આવેલી વિદ્યાલયમાં ૧૭ વર્ષની તરૃણી ધો. ૧૨માં અભ્યાસ કરે છે. તરૃણી દિવાળી વેકેશનમાં ચોર્યાસી તાલુકાના મોરા ગામે સંબંધીને ત્યાં ફરવા ગઇ હતી. તે સમયે સાગર ભગવતીભાઇ પટેલ (રહે. જુનાગામ, તા. ચોર્યાસી, મૂળ રહે. તુંડા, તા. ઓલપાડ) સાથે ઓળખાણ થઇ હતી. તરૃણી અને સાગર મોબાઇલ ફોન પર વાતચીત તથા મેસેજ કરતા બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. તરૃણીના પિતાના મોબાઇલ પર સાગર પટેલના મેસેજ આવતા તરૃણીને માતા-પિતાએ પૂછતાં પ્રેમસંબંધનો એકરાર કર્યો હતો. તરૃણીને માતા-પિતાએ સાગર પટેલ સાથે સંબંધનો અંત કરવા સમજાવી હતી. એક માસ અગાઉ તરૃણી સુરત ખાતે મિત્રની જન્મદિનની પાર્ટીમાં જવાનું કહી ઘરેથી નીકળી પરત ન આવતા ચિંતા થઇ હતી. બાદમાં સાગર પટેલના સંબંધીને ત્યાં ઉગત રોકાણ કરતા તરૃણીને માતા-પિતા ઘરે લઇ ગયા હતા ત્યારે સાગર પટેલ જ ફરવા લઇ જઇ સંબંધીને ત્યાં મુકી ગયો હોવાની તરૃણીએ માતા-પિતા સમક્ષ કબુલાત કરી હતી.

 


 

(6:25 pm IST)