Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉમરપાડાના માંગરોળ તાલુકાના 18 ગામોમાંથી વિજિલન્સની ટીમે 24 લાખની વીજ ચોરી ઝડપી

સુરત:ના ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ૧૮ ગામોમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સની ટીમે રૃ. ૨૪ લાખની વીજચોરી ઝડપી પાડી હતી. ખેતીના વીજજોડાણમાં ચોરી કરતા બે ખેડૂતોને રૃ. ૧૮ હજારનો દંડ સહિતના બીલ પકડાવાયા છે. સુરત ડી.જી.વી.સી.એલ.ની વિજીલન્સ ટીમ દ્વારા આજે માંગરોળ તાલુકાનાં ૧૮ ગામો જેમાં ડુંગરી- ઝાંખરદા- શાહ- મોસાલી- માંગરોળ - વડોલી- વાંકલ- ઝંખવાવ- સીમોદ્રા- આસરમા - બોરસદ દેગડીયા સહિત ૧૮ ગામોમાં રેડ કરી મીટરની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અંદાજે ૨૯૨ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. એમાંથી ૧૬ વીજજોડાણોમાં વીજચોરી થતી હોવાનું ઝડપી પાડી આ ગ્રાહકોને ૧૮ લાખ રૃપિયાના દંડ સહિતના બીલો પકડાવવામાં આવ્યા છે. જ્યારે ઉમરપાડા તાલુકામાં ઔદ્યોગિક વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સાંઇ સ્ટોન ક્વોરી ખાતે સ્લો (ધીરૃ) મીટર ફરતું હોવાનું ધ્યાન ઉપર આવતા આ ક્વોરીને છ લાખ રૃપિયાનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ માંગરોળ, ડી.જી.વી.સી.એલ.ની ટામે ખેતીવિષયક વીજ જોડાણો ઉપર રેડ કરતા તાલુકાના વડ ગામેથી ગુરજી ચીમન ચૌધરી પોતાના ખેતરમાં એક મોટરના જોડાણ ઉપર બે મોટર ચલાવતા ઝડપાઇ જતાં આઠ હજાર રૃપિયાનું પુરવઠી બીલ આપવામાં આવ્યું છે. આજ ગામે બીજો ખેડૂત રમેશ રાયસીંગ ચૌધરી પણ ઉપર મુજબ બે મોટર ચલાવતા ઝડપાઇ જતાં એને ૯૫૦૦ રૃપિયાનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.

 

 

(6:25 pm IST)