Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હિંમતનગર નજીક પુરવઠા વિભાગે બિનવારસી વાહનમાંથી 15 હજારના સરકારી ચોખા ઝડપ્યા

હિંમતનગર:પાસે આવેલા બેરણા ગામની એક લાટીમાંથી બુધવારે પુરવઠા વિભાગે એક બિનવારસી વાહનમાંથી રૃા.૧૫ હજારના સસ્તા અનાજની દુકાનમાં વેચાતા સરકારી ચોખાનો જથ્થો ઝડપી લઈ જિલ્લા પુરવઠા વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ચીફ સપ્લાય ઓફિસરના જણાવાયા મુજબ બુધવારે બેરણા પાસે આવેલ એક લાટીના કંપાઉન્ડમાં છોટા હાથી વાહન પર બાપાસીતારામ રોડવેઝ લખેલુ હતુ તેમાં તપાસ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓને રૃા.૧૫ હજારની કિંમતના ૧૦ કટ્ટા ચોખા મળી આવ્યા હતા. ત્યારબાદ સ્થળ પર પંચનામું કરવામાં આવ્યુ ત્યારે આ વાહનનો કોઈ માલિક મળી આવ્યો ન હતો. જેથી પુરવઠા વિભાગે રૃા.૧૫ હજારના સરકારી ચોખા તથા રૃા.૧.૩૫ લાખનું વાહન મળી અંદાજે રૃા.૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોમાંથી જણાવાયા મુજબ બિનવારસી વાહનમાંથી મળેલા ચોખાના જથ્થા અંગે ગુરૃવારે જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવી છે. જેથી તેમની સુચના મુજબ આગળની કાર્યવાહી કરાશે.

 

 

(6:24 pm IST)