Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મહેસાણાના વિજાપુરમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૨ લાખની લૂંટઃ લૂંટારૂઓ આર. શાંતિલાલ પેઢીના સ્ટાફને અંદર પૂરી બહારથી તાળુ મારીને નાસી છૂટ્યા

મહેસાણાઃ મહેસાણા તાલુકાના વિજાપુરમાં આર. શાંતિલાલ નામની આંગડિયા પેઢીમાં આજે ચારથી વધુ અજાણ્યા શખસો લૂંટના ઇરાદે રિવોલ્વર, છરા, ડંડા જેવાં હથિયારો સાથે ઘૂસી ગયા હતા. આરોપી શખસોએ હથિયારની અણીએ આંગડિયા પેઢીમાંથી રૂ.2 લાખ રોકડા લૂંટી લીધા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપીએ લૂંટ કર્યા બાદ બચાવ ખાતર આંગડિયા પેઢીના સ્ટાફને અંદર પૂરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે તેમ જ ગુનો નોંધ્યો છે. પોલીસ CCTVના ફૂટેજના આધારે  નાકાબંધી કરી ગુનેગારોને પકડવાની તજવીજ કરી રહી છે. જો ગુજરાતમાં વધી રહેલા અપરાધસંબંધી જો યોગ્ય કાયદોનો અમલ નહિ કરાઈ તો આવનારાં વર્ષોમાં લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની જશે. જો કાયદો મજબૂત હશે અને એમાં છટકબારી નહિ હોય તો જ લોકો ગુનો કરતાં સો વખત વિચારશે.

(5:27 pm IST)