Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઓટો જાયન્ટ્સ કંપનીઓ દ્વારા વિક્રેતાઓને ગુજરાતમાં જ મેન્યુફેક્ચર યુનિટ- સુવિધા બનાવવા માટે દબાણ

અમદાવાદઃ ગુજરાતમાં તગડું રોકાણ કર્યા બાદ હવે ઑટો જાયઅન્ટ્સ કંપનીઓ પોતાના વિક્રેતાઓને ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ યૂનિટ બનાવવા માટે દબાણ કરી રહ્યા છે. રાજ્યમાં સુઝુકી મોટર કોર્પોરેશન અને ફોર્ડ ઇન્ડિયા જેવી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ યૂનિટ સેટઅપ કરાયેલાં છે, હવે તેઓ અન્ય રાજ્યોમાં આવેલા પોતાના વિક્રેતાઓને પણ ગુજરાતમાં ઉત્પાદન સુવિધાઓ ઉપલબ્ધ કરવા દબાણ કરી રહ્યા છે.

  ફોર્ડ સાણંદના પ્લાન્ટ મેનેજર અનિલ પેટેલે કહ્યું કે, “કંપનીને ઑટોમબીલ પાર્ટ્સની સપ્લાય કરતા હોય તેવા અમારી પાસે સાણંદની આજુ-બાજુમાં 18 વેન્ડર્સ છે. જો કે કેટલાક એવા વેન્ડર્સ પણ છે જે ગુજરાત બહાર હોય. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અંતર્ગત અમે ગુણવત્તા અને ઉત્પાદન એસ્પેક્ટ્સ બાબતે વેન્ડર્સને પ્રોત્સાહિત કરીએ છીએ ઉપરાંત તેમને રાજ્યમાં અમારા પ્લાન્ટની બાજુમાં જ તેમનો બેઝ સ્થાપવાની રિક્વેસ્ટ કરી છે. આવું કરવાથી લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી શકાશે. ”

  રાજ્ય સરકારના આંકડાઓ મુજબ, ભાગલપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 17 ઑટમબીલ ઍન્સિલરી યૂનિટ્સ દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે જે હંસલપુરમાં આવેલ SMCના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની નજીક છે. ત્યારે મારુતિ સુઝુકીએ પણ પોતાના વેન્ડર્સ સાથે આ અંગે વાત કરી છે અને ઉત્પદન સુવિધાઓ ગુજરાતમાં જ સ્થાપવા માટે કહ્યું છે.

  સૂત્રોએ કહ્યું કે, “હાંસલપુર સ્થિત પ્લાન્ટ્સમાં ઑટોમબીલ કમ્પોનન્ટ્સ સપ્લાય કરતા હોય તેવા કંપની પાસે કેટલાક વેન્ડર્સ પહેલેથી જ છે. જો કે ગુજરાતની બહાર કેટલાક વેન્ડર્સ છે, જેમને ગુજરાતમાં લાવવા માટે કંપની અને રાજ્ય સરકાર બંને દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.” જો ટાટા મોટર્સની વાત કરીએ તો સાણંદ GIDCમાં તેમની પાસે 28 વેન્ડર્સ છે. કંપનીના સ્પોકપર્સને ખુલાસો કર્યો હતો કે આટલા વેન્ડર્સ ગુજરાતમાં હોવા છતાં કેટલાક પાર્ટ્સ ગુજરાત બહારથી લાવવામાં આવી રહ્યા છે.

  ગુજરાતમાં અન્ય કંપનીઓની પ્રોડક્ટ્સ વેચતા હોય તેવા OEMs (ઑરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) બહુ ઓછા છે. ઑટો કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડાયરેક્ટર જનરલ વિની મહેતાએ કહ્યું કે,”ભારે રોકાણ કરીને આગામી એક-બે વર્ષમાં રાજ્યમાં OEMsની સંખ્યા વધારવામાં આવી શકે છે.” OEMsને ગુજરાતમાં લાવવા માટે મે મહિનામાં ગાંધીનગર વેલ્યૂ ચેઇન સમિટ યોજવામાં આવશે.

(2:37 pm IST)