Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નર્મદાનદી માંથી બેફામ પાણી ચોરીઃ ૮ કેસો

ભાવનગર, જામનગર તથા સુરેન્દ્રનગર સહિતનાં શહેરોમાં એફઆઇઆર નોંધાય

ગાંધીનગર,તા.૨૭: આ વર્ષે એક બાજુ પાણી ઓછુ હોવાને કારણે રાજય સંકટમાં છે ત્યારે નર્મદાનદી માંથી પાણી ચોરીની ૮ એફઆઇઆર નોંધાય છે.એફઆઇઆર સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં એપ્રિલમાં નોંધાય છે. જેમાં ૭ એફઆઇઆર ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડની મોટી પાઇપ લાઇનમાં ભંગાણ કરી પમ્પીંગ દ્વારા પાણી ખંેચવાની છે.

ભાવનગરમાં ૬ એફઆઇઆર

નર્મદામાંથી પાણી ચોરીની કુલ ૬ એફઆઇઆર નોંધાય છે.જેમાં ભાવનગરમાં ૬, જામનગર અને સુરેન્દ્રનગરમાં એક-એક ફરીયાદ થઇ છે.

૩ હજાર કિલોમીટર લાંબી પાઇપ લાઇન નેટવર્ક

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ (જીડબલ્યુઆઇએલ)નું નર્મદાનું પાણી પહોંચાડવા અંદાજીત ૩ હજાર કિલોમીટર લાંબુ નેટવર્ક છે.જયારે બોર્ડ દ્વારા નાની પાઇપલાઇનનું નેટવર્ક એક લાખ કિમીનું છે. આ પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

(11:48 am IST)