Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આતંકવાદના કેસમાં રાજકોટના વસીમ અને નઇમ રામોદિયા વિરૂધ્ધ એન.આઇ.એ.ની સ્પે. કોર્ટમાં તહોમતનામું ફરમાવાયું

IS ના ઇશારે ચોટીલા મંદિર ઉપર હુમલો કરવાનું કાવત્રુ ઘડયું હતું: આઇએસ નેટવર્કનો પર્દાફાશ થતા ફત્ખ્ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) ની અમદાવાદ સ્થિત સ્પે. કોર્ટમાં આરોપીઓ સામેનોકેસ ચાર્જફ્રેમઃ ૨જીમે થી સાક્ષીની જુબાની શરુ થશે.

અમદાવાદ તા.૨૭: આતંકી સંગઠન આઇએસ સાથે સંકળાયેલા વસીમ આરીફ રામોદિયા અને નઇમ રામોદિયા સામે એનઆઇએની સ્પેશ્યલ કોર્ટે આતંકવાદ સહિત અન્ય કલમો હેઠળ કેસ ચાર્જફ્રેમ કર્યો છે બંને આરોપી ભાઇઓ આતંકવાદી સંગઠનથી ખાસ પ્રભાવિત હતા અને તેઓ આતંકી સંગઠનના સંપર્કમાં રહીને આઝાદ કાશ્મીર અને ગુજરાત સહિત દેશભરમાં આઇએસનો ફેલાવો કરવાના હતા. બન્ને આરોપીઓ ચોટીલા મંદિર પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. હવે આ કેસમાં એનઆઇએ તરફથી બીજી મેના રોજ સાક્ષીઓની જુબાની ની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાત એટીએસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૭માં આઇએસના નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો બાદ તપાસ એનઆઇએ ને સોપાઇ હતી.

આરોપી નઇમ રામોદિયા અને વસીમ રામોદિયા સામે એવા આરોપો મુકવામાં આવ્યા છે કે દિલ્હી એનઆઇએના કેસમાં પકડાયેલા મુફતી અબદુલ સામી ઉર્ફે સમુલ્લાના કોલ ડીટેઇલમાં રાજકોટના વસીમ રામોદિયા સાથે સતત વાતચીત કરતો હોવાાનું બહાર આવ્યું હતું. જેથી ૨૩મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એટીએસને જાણ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા રાજકોટમાં રહેતા વસીમ અને નઇમના  મોબાઇલન ફોન સર્વેલન્સમાં મુકીને પોલીસે વોચ ગોઠવી દીધી હતી. ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ એટીએસ દ્વારા નઇમ અને વસીમના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતું. જેમાં કમ્પ્યુટર, કાળા કલરનું માસ્ક, ચાકુ, બ્લાસ્ટ કરવા માટે મટિરીયલ મોબાઇલ સહિતના સામગ્રી મળી આવી હતી. વસીમ અને નઇમ રામોદિયા ટેલિગ્રામ સાઇડના બે આઇડી ધરાવતા હતા અને સ્કાઇ પે માધ્યમથી ૧૭,૧૮,૧૯મી ઓકટોબર ૨૦૧૬ના રોજ વિડીયો ચેટ કરી આઇએસ પાસેથી જુદી-જુદી હુમલાની ટ્રીક જાણી હતી. આરોપીઓ ટેલિગ્રામ પ્રોફાઇલ આઇડી ચેક કરતા તેઓ હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારો ટ્રેક કરીને બ્લાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી હતી.

(11:34 am IST)