Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નિષ્ઠુર માતાએ 10 દિવસના માસુમ બાળકને મંદિર નજીક તરછોડ્યું ગામલોકોએ હોસ્પિટલ પહોંચાડી જીવન બચાવ્યું

કડીના ચડાસણા ગામે મંદિર પાસે તરછોડાયેલ બાળકને માતાની જેમ સારસંભાળ લેતી નર્સો

 

મહેસાણા :મહેસાણાના કડી તાલુકાના ચડાસણા ગામે એક નિષ્ઠુર માતાએ 10 દિવસના માસુમ બાળકને મંદિર પાસે તરછોડી દીધું હતું જોકે ગ્રામજનોને તેને હોસ્પિટલ પહોંચાડી જીવન બચાવ્યું હતું ચડાસણા ગામના છનાજી ઠાકોર ગામના મેલડી માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેમણે જે દ્રશ્ય જોયું તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અહીં એક દસ દિવસના બાળકને રૂમાલમાં વીંટીને કોઈ તરછોડી ગયું હતું. બાળકના શરીર પર કીડીઓ ફરી રહી હતી

 

  . છનાજીએ તાત્કાલિક ગામના લોકોને અંગેની જાણ કરી હતી. અહીં દોડી આવેલા તમામ લોકોએ બાળકને બચાવવા માટે જહેમત ઉઠાવી અને 108 મારફતે તેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

   મહેસાણા સિવિલમાં લવાયા બાદ અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની નર્સો એક માતાની જેમ બાળકની સારસંભાળ લઈ રહી છે. બાળકનું વજન ઓછું હોવાથી તેમજ સતત રડવાને કારણે તેની તબિયત બગડી હોવાથી તેને શરૂઆતમાં ઓક્સિજનની પેટીમાં રખાયું હતું. મળી રહેલી માહિતી માટે વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવશે.

(9:57 pm IST)