Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

એએમસીની હાઉસિંગ યોજનાના મકાનોની ફાળવણી કૌભાંડમાં બિલ્ડરને રાહત આપવા હાઇકોર્ટનો ઇન્કાર

 

અમદાવાદ :આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એએમસીની હાઉસિંગ યોજના હેઠળ બનેલા મકાનોની ફાળવણીમાં કૌભાંડ કરવાના કેસમાં હાઈકોર્ટે અમદાવાદના જાણીતા બિલ્ડર ગૃપને રાહત આપવા ઇન્કાર કર્યો છે

  પિડીતોના વકીલનુ કહેવુ છે કે, કેસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાઈકોર્ટે પણ આરોપીને રાહત આપી નથી, સંજોગોમાં આરોપીની ધરપકડ થવી જોઈએ.

     ઉપરાંત, આવનારા દિવસોમાં તેઓ માગ કરશે કે, કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સુપરત કરે. ભૂતકાળમાં કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, પોલીસ કેસની તપાસ કરે અને યોગ્ય લાગે તો આરોપી બિલ્ડર સામે ફરિયાદ નોંધે. આદેશ બાદ, પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધેલી છે. ફરિયાદને રદ કરવા માટે બિલ્ડર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના લખુડી તળાવ વિસ્તારમાં એએમસી દ્વારા ગરીબો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, તેમાં વિસ્થાપિતોના બદલે અન્ય લોકોને મકાનોની ફાળવણી કરવાનો આક્ષેપ થયા છે.

(10:46 pm IST)