Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

જમીન વિકાસ નિગમના વર્ગ- 3ના કર્મચારીને કરાયેલ સર્ચમાં કરોડોની 43 જેટલી મિલ્કતોના દસ્તાવેજ મળ્યા :ACB ચોંકયુ

છોટાઉદેપુર જમીન વિકાસ નિગમનો વર્ગ--૩નો કર્મચારી નામી - અનામી મિલકતો ખરીદતો હતો

ગાંધીનગર ખાતે ACBએ પડેલા દરોડામાં 56.50 લાખની રોકડ મળ્યા પછી જમીન વિકાસ નિગમના છોટાઉદેપુર સ્થિત વર્ગ 3ના કર્મચારીને ત્યાં કરાયેલ સર્ચમાં કરોડોની કિંમતની 43 જેટલી મિલકતોના દસ્તાવેજ મળી આવતા રેડ પાડનારા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આટલી સંપત્તિ તેણે કેવી રીતે અને કોની મદદથી એકઠી કરી તે વિશે તપાસ સઘન બનાવાયી છે.

   તાજેતરમાં એન્ટી કરપ્શનની ટીમે ગાંધીનગર જમીન વિકાસ નિગમની કચેરીમાંથી ૫૬.૫૦ લાખ ઝડપી પાડયા હતા, ત્યારે છોટાઉદેપુરના જમીન વિકાસ નિગમના જ વર્ગ-૩ના કર્મચારીની પણ કરોડો રૃપિયાની મિલકતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં તેની પાસેથી ૪૩ જેટલી મિલકતોના દસ્તાવેજ મળતાં એસીબીનો સ્ટાફ પણ ચોંકી ઉઠયો છે.

    છોટાઉદેપુર જમીન વિકાસ નિગમની કચેરીમાં ફરજ બજાવતો વર્ગ-૩નો એક કર્મચારી છેલ્લા કેટલાક સમયથી નામી - અનામી મિલકતો ખરીદતો હતો. આ કર્મચારની ભ્રષ્ટ્રાચારની બૂમો ઉઠતા એસીબીનું તત્ર સાબદું થયું હતું. એસીબીની ટીમે છોટાઉદેપુરમાં ધામા નાંખી ભ્રષ્ટ્ર કર્મચારીની મિલકતોની તપાસનો ધમધમાટ શરૃ કરી દીધો છે. અત્યાર સુધીમાં એસીબીને ૪૩ પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યાં છે અને હજૂ તપાસ ચાલુ છે. કોન્સ્ટેબલની રેન્ક સમાન વર્ગ-૩ના કર્મચારીની આટલી બધી મિલકતો જોઈ એસીબીનો સ્ટાફ દંગ રહી ગયો છે. આટલી હદે તેણે કેવી રીતે અને કોની મદદથી ભ્રષ્ટ્રાચાર આદર્યો છે? તેની તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.

   છોટાઉદપુર એસીબીના સૂત્રો જણાવી રહ્યાં છે કે, તપાસના અંતે કરોડો રૃપિયાની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે. અત્યારે અમે કર્મચારની તમામ મિલકતોના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની સાથે લોકર, બેંક એકાઉન્ટ તેમજ અન્ય ક્યાં ક્યાં રોકાણ કર્યું છે? તેની પણ તપાસ કરી રહ્યાં છે
  . ઉલ્લનખનીય છે કે, તાજેતરમાં એસીબીએ ગાંધીનગર જમીન વિકાસ નિગમ લિમીટેડની કચેરીમાં દરોડો પાડી રૃ. ૫૬.૬૦ લાખ રોકડા પકડી પાડયા હતા. જેમાં આરોપી અધિકારી કે.ડી.પરમાર અને એમ.ડી. દેત્રોજાની ધરપકડ કરાઈ હતી.

(12:51 am IST)