Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નવસારી વલસાડ રોડ પર કારમાં અચાનક આગ ભભૂકી :કાર બળીને ખાખ

નવસારીમાં પુત્રીનો જન્મદિવસ ઉજવી પરત ફરતી વેળાએ ગેસમાંથી પેટ્રોલમાં લેતા કાર સળગી :પરિવાર કારની બહાર નીકળી જતા આબાદ બચાવ

નવસારી-વલસાડ રોડ પર કારમાં અચાનક આગ લગતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી જોકે સદનસીબે તેમાં સવાર પરિવાર કારની બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે આ અંગેની વિગત મુજબ વલસાડના કૈલાસ રોડ પર નવસારીથી વલસાડ તરફ આવતી કારમાં આગ લાગી ગઈ હતી. કારના બોનેટમાં ધૂમાડા નીકળતાં દીકરીનો બર્થડે ઉજવી પરત ફરતાં પરિવારના સભ્યો નીચે ઉતરી ગયા હતાં. જો કે, આગ અચાનક મોટા પ્રમાણમાં લાગી જતાં સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ હતી.
   વલસાડમાં રહેતા સતિષભાઈ સુરેશભાઈ માહ્યાવંશીએ જણાવ્યું હતું કે, તેઓ દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા માટે નવસારી ગયા હતાં. અને ત્યાંથી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન સીએનજી ગેસ પુરો થઈ જતાં કારને પેટ્રોલ પર લીધી હતી. બાદમાં કૈલાસ રોડ પર કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી ધુમાડા કારમાં આવતાં કંઈક અજૂગતું થયાનું લાગતાં કારને રોડ સાઈડ પર પાર્ક કરીને પત્ની અને બાળકી સાથે તેઓ કારની બહાર નીકળી ગયાં હતાં. સૂજબૂઝ અને ઝડપથી નિર્ણય લઈ નીચે ઉતરતાંની સાથે કારમાં આગ લાગી ગઈ હતી. જેથી તેઓના સામાન સાથે સમગ્ર કાર આગની જ્વાળાઓમાં સળગી ઉઠી હતીં. જો કે સદનસીબે સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો હતો

(8:55 pm IST)