Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આસારામના પુત્ર નારાયણ સાંઇ સામેની દલીલો પુરીઃ વધુ સુનાવણી ૧૦ મે એ હાથ ધરાશેઃ દલીલો બાદ મીડીયા અને પોલીસ વચ્‍ચે ઝપાઝપી

સુરતઃ આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ યૌન શોષણનો કેસ દાખલ કરાયા બાદ આજે સુરતની કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યો હતો. આજની દલીલો પુર્ણ થયા બાદ હવે ૧૦મીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ કેસમાં તે હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. કોર્ટમાં દલિલો પૂરી થયા બાદ સાંઈને પાછલા દરવાજેથી કોર્ટની બહાર લઈ જવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને જ્યારે આજે કોર્ટમાંથી બહાર લઈ જવાઈ રહ્યો હતો ત્યારે કોર્ટ પરિસરમાં જ મીડિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે દાદાગીરી કરતા મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક સમયે મીડિયાકર્મીઓ અને પોલીસકર્મીઓ મારામારી કરવા સુધી પહોંચી ગયા હતા.

બળાત્કારના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટમાં નારાયણ સાંઇને રજૂ કરવામાં આવશે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફી દલીલો પૂર્ણ થઈ ગઈ છે, હવે કોર્ટમાં બચાવપક્ષ એટલે કે નારાયણ સાંઈ તરફથી દલીલો કરવામાં આવશે બાદમાં આ કેસનો  ચૂકાદો આવશે.

નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તે વેશપલટો કરીને સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. પોલીસે તેની ધરપકડ કરવા માટે જુદી જુદી 58 જેટલી ટીમો બનાવી હતી. આખરે

હરિયાણાની બોર્ડર પરથી પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કરી હતી. આ કેસને દબાવી દેવા માટે સાંઈએ પોલીસને રૂ. 13 કરોડની ઓફર પણ કરી હતી. આ કેસમાં એક પોલીસ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

(6:56 pm IST)