Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બે મહિના બાદ ગોપાલપુરામાં કપિરાજનો ફરી આતંક : વન વિભાગ સાથે સંતાકૂકડી રમતો કપિરાજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના ગોપાલપુરા ગામમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજો ના ટોળે ટોળા ગામના ઘરોમાં ઘૂસી જાય છે અને ગાડીઓ કાચ, ઘરની બારીઓના કાચ, વૉશ બેસીંગના કાચ , તિજોરી ના કાચ તેમજ ટીવી તેમજ જેવી કોઈપણ  કાચ ની વસ્તુ દેખાય તેને શિકાર બનાવી તોડી નાખે છે.
આવા ત્રાસથી વન વિભાગ સહયોગથી વારંવાર પીંજરું ગોઠવવામાં આવે છે જેમાં અત્યારસુધી ત્રણ કપિરાજો કેદ થયા હતા જેને વનવિભાગ છોડી આવે છે,પરંતુ ગામની નજીકમાં છોડવાનાના કારણે કપિરાજો ફરીથી ગામમાં ઘૂસી આતંક મચાવે છે, ગત જાન્યુઆરી મહિનામાં આજ પ્રકારે કાચ તોડનાર કપિરાજને પાંજરે પુરી વન વિભાગ ક્યાંક છોડી આવ્યું હતું ત્યારે હાલમાં બે મહિના બાદ ફરી ગોપાલપુરામાં કપિરાજ આવી બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ, ઘરમાં ઘૂસી ટીવી ના કાચ ને તોડી રહીયો છે માટે ગ્રામજનો વારંવાર ના આતંક થી કંટાળી ગયા છે.વારંવાર કપિરાજો વન વિભાગ સાથે જાણે સંતાકૂકડી ની રમત રમતા હોય તેમ જોવા મળે છે.માટે વનવિભાગ આ બાબતે કોઈ નક્કર તેમજ યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનો ની માંગ છે.

(11:06 pm IST)