Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વડીયાની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રાત્રે માણસો કેમ ભેગા કરે છે કહી ધારીયું મારી ઇજા કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા પાસેના વડીયાની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં માણસો ભેગા કરવા બાબતે બોલાચાલીમાં  એકને ધારયુ મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતું અનુસાર હસમુખભાઇ શનુભાઇ માછી રહે.ભાગ્ય લક્ષ્મી સોસાયટી ની ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરેથી પોતાની નોકરી ઉપર જતા હતા તે વખતે ભરતભાઇ નામનો વ્યક્તિ મળતા ફરી.એ તેને કહેલ કે,તુ રાત્રે માણસો કેમ ભેગા કરે છે તેમ કહેતા ભરતભાઇ એ તેને કહેલ કે બધા માણસોને હુ ભેગા થવા કહેવા જતો નથી તેમ કહે ફરી.સાથે બોલાચાલી થતા તે સમયે ભરતભાઈનું ઉપરાણુ લઇ મણીલાલભાઇ વસાવા તેના હાથમાં ધારીયુ લઇને દોડી આવેલ અને ફરી.ને કહેલ કે ભરતભાઇને માણસો ભેગા થવા બાબતે ઠપકો કેમ આપે છે તેમ કહી તેના હાથમાનું ધારીયુ કપાળના ભાગે મારી ઘસરકો પાડી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:55 pm IST)