Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નરોડમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું :એક મહિલા અને પુરુષની ધરપકડ

સ્પાના માલિક અમિત તરુણ શાહ અને સરોજ રાજપૂત બહારથી સ્ત્રીઓને બોલાવી અને રૂ.300 ગ્રાહક દીઠ આપવાનું નક્કી કરી દેહવ્યાપાર કરાવતા

અમદાવાદ : નરોડામાં સ્પાની આડમાં ચાલતો કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યો હતો. અલગ અલગ જગ્યાએથી યુવતીઓને લાવી દેહ વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. આ કેસમાં પોલીસે એક મહિલા અને પુરુષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

નરોડામાં આવેલ લેક્ષી સિનેમાની પાસે આવેલા નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ચલાવવામાં આવી રહ્યો હતો. આ સ્પામાં વિવિધ પ્રકારની મસાજ કરવામાં આવતી હતી. જેથી તેનો ભાવ પણ અલગ અલગ રાખવામાં આવ્યો હતો. આ સ્પામાં મસાજના નામે દેહ વેપાર કરવામાં આવતો હતો. જેથી પોલીસે સ્પામાં રેડ કરી હતી. આ રેડમાં જેમાં સ્પાના માલિક અમિત તરુણ શાહ અને સરોજ રાજપૂત બહારથી સ્ત્રીઓને બોલાવી અને રૂ.300 ગ્રાહક દીઠ આપવાનું નક્કી કરીને તેઓ જોડે સ્પામાં વેશ્યાવૃત્તિ કરાવતી હતી.

નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે આ ગેરકાયદે કુટણખાના પર રેડ પાડીને તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સાથે જ અમિત શાહ નામના એક શખ્સ અને સરોજ રાજપૂત નામની એક મહિલા મળીને કુલ બે આરોપીની અટકાયત કરી છે. આ સાથે જ યુવતીઓને દેહવ્યાપાર કરવા માટેના શોષણ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:01 pm IST)