Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વિરમગામ શહેરમાં આવેલા વિકાસ ડે સેન્ટરમાં ધુળેટી કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ વિરમગામના હોલમાં બાળકો મસ્તીથી રંગમાં રંગાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શહેરમાં આવેલા વિકાસ ડે સેન્ટરમાં ધુળેટી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને  લાયન્સ ક્લબ ઓફ વિરમગામના હોલમાં બાળકો મસ્તીથી રંગમાં રંગાયા હતા. આ કાર્યક્રમમાં  ટીચર હેમાબેન,  અલ્પેશ બુધાભાઈ ઠક્કર લાયન્સ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને ધૂળેટીના પર્વ નિમિત્તે ધાણી સહિતની ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.

(8:32 pm IST)