Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નડીયાદના પાંચ હાટડી મરીડા ભાગોળ વિસ્તારમાં ગટર ઉભરાવવા બાબતે બે જૂથના લોકો બાખડ્યા:મામલો ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ

નડિયાદ: શહેરમાં ગટર ઉભરાવવા બાબતે એક કોમના બે જૂથો બાખડી પડયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.પોલીસ ટીમે  બનાવ સ્થળ પર પહોચી મામલો શાંત કર્યો હતો.

નડિયાદ શહેરના પાંચ હાટડી મરીડા ભાગોળ વિસ્તારમાં શુક્રવારની નમાઝ પત્યા બાદ એક જ કોમના લોકોમાં ગટર ઉભરાવવા બાબતે ઝઘડો થયો હતો.ઝઘડો ઉગ્ર બનતા સામસામો પથ્થર મારો થયો હતો.શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પાસે ગટર ઉભરાવવાના કારણે આ બનાવ બન્યો હોવાનુ સ્થાનિક સુત્રો પાસેથી માહિતી સાંપડી હતી.આ બનાવની જાણ પોલીસ વિભાગને થતા ઉચ્ચ અધિકારીઓ,એલ.સી.બી ટીમ અને નડિયાદ ટાઉન પોલીસની ટીમો ત્વરીત ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસ ટીમે ઘટના સ્થળે પહોચી મામલો શાંત પાડયો હતો.આ બનાવમાં ઘવાયેલા લોકોને  તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(5:08 pm IST)