Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વડોદરાના મકરપુરા સિલ્વર રોક કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો લેપટોપ બેગ ચોરી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા;શહેરના મકરપુરા ગામમાં રહેતા વાસીમશા દિવાન ગોત્રી વિસ્તારમાં આવેલી ઓફિસમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ માં નોકરી કરે છે. કંપની તરફથી કામગીરી અર્થે  લેપટોપ આપવામાં આવ્યું હતું. 25મી માર્ચ ના રોજ તેઓ નોકરી પરથી પરત ફરતા સાંજના 7:30 કલાકે  મિત્રને મળવા મકરપુરા ખાતેના સિલ્વર રોક કોમ્પલેક્ષ ખાતે પહોંચી કાર ફૂટપાથ ઉપર પાર્ક કરી હતી.

જ્યાંથી 8:10 વાગ્યે પરત આવતા કારનો કાચ તૂટેલો જણાઈ આવ્યો હતો. તપાસ કરતા કારમાં પાછળની સીટ ઉપર મૂકેલું રૂપિયા 7500 ની કિંમતનું લેપટોપ ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે લેપટોપબેગમાં ઓફિસના એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ તથા અગત્યના કાગળો હતા. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

(5:05 pm IST)