Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદ:ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક દિવસેને દિવસે વધારો:બાવળા પોલીસ મથકની હદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ: જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ચોરી અને જુગાર તેમજ ઈંગ્લીશ દારૂ જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે બાવળા પોલીસ મથકની હદમાં થયેલ ચોરીનો ભેદ બાવળા પોલીસે ઉકેલ્યો હતો અને બે શખ્સો સહિત ચોરીનો તમામ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ રેન્જ આઈજી તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બાવળા પીઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાવળાથી બગોદરા તરફ બે શખ્સો ચોરીના બે સ્ટીલના પાણી પુરીના કાઉન્ટરો લઈ વેચાણ અર્થે રીક્ષામાં આવતાં હોવાની બાતમીના આધારે આદરોડા ચોકડી ખાતે હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન બાતમીવાળી રીક્ષા પસાર થતાં તેને રોકી તપાસ કરતાં બે શખ્સો જયેશભાઈ રતિલાલ ઠાકોર રહે.બાવળા તથા લાખનસિંહ પાતીરામ કુસ્વાહ ઉ.વ.૪૨, રહે.ફેદરા, તા.ધંધુકાવાળાને ઝડપી પાડયાં હતાં. તેમજ ચોરીના સ્ટીલના પાણીપુરીના બે કાઉન્ટરો જેની અંદાજે ૧૫ દિવસ પહેલા બાવળા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને બંન્ને  સહિત કુલ રૂા.૨૫,૦૦૦નો ચોરીનો મુદ્દામાલ તથા એક રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ તકે જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસીંગ યાદવ તથા ધોળકા ડીવાયએસપી રીના રાઠવા અને બાવળા પીઆઈ આર.ડી.સગળ સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.

(5:03 pm IST)