Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું : ખાનગી હોસ્પિટલોમાં સારવાર નિઃશુલ્ક આપવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

ફેબ્રુઆરીમાં 96 ટકા ખાલી બેડમાંથી 45 ટકા માર્ચમાં ભરાઈ ગયા આઈસોલેશન વોર્ડના 41 ટકા બેડ પણ ફૂલ

અમદાવાદ: શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ એક્ટિવ દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. જેના પગલે શહેરની હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. કોરોનાના વધતા જતાં કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સંક્રમિતોની સારવાર બંધ કરી દેતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે

આ અંગે જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ રજૂઆત કરી છે કે, હાલ કોરોના પીક પર છે, ત્યારે સરકાર માત્ર SVP, સોલા સિવિલ અને અસારવા સિવિલમાં જ કોરોના સંક્રમિતો માટે નિ:શૂલ્ક સારવાર પૂરી પાડી રહી છે. જેના પગલે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બન્યા છે. ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવારના નામે મનફાવે ચાર્જ વસૂલી રહી છે. કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગને ખાનગી હોસ્પિટલમાં સારવાર પરવડે તેમ નથી. આથી સરકારે પહેલાની જેમ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર ફ્રીમાં પૂરી પાડવી જોઈએ

, ગત વર્ષે કોરોના કાળ દરમિયાન એક તબક્કે સંક્રમિતોની સંખ્યા વધતા AMC દ્વારા શહેરની 66 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે MoU કરીને તેમાં 50 ટકા બેડ રિઝર્વ રાખવા માટે સમજૂતિ કરવામાં આવી હતી. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓને ફ્રીમાં સારવાર પૂરી પાડવામાં આવતી હતી

કોવિડ કેર તરીકે ફાળવાયેલી શહેરની ખાનગી હોસ્પિટલોને કેટેગરી પ્રમાણે પેમેન્ટ ચૂકવવામાં આવતુ હતું. જેમાં જે હોસ્પિટલોએ કોર્પોરેશનને 20 બેડ ફાળવ્યા હોય તેને 5 લાખ, 21 થી 40 બેડ ફાળવનારી હોસ્પિટલોને 10 લાખ અને 40થી વધુ બેડ ફાળવનારી હોસ્પિટલને 15 લાખ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જો કે હવે શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે પૈસા ચૂકવવા પડી રહ્યાં છે. આમ સરકાર ખાનગી હોસ્પિટલોને પરોક્ષ રીતે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરવાનું મેદાન પૂરુ પાડી રહી છે.edabad Covid patients
અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ ધીમે-ધીમે ભરાવા લાગ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા બેડ ખાલી જ હતા. જો કે માર્ચ મહિનાની શરૂઆતથી પોઝિટિવ કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે અત્યાર સુધીમાં 45 ટકા બેડ ફૂલ થઈ ગયા છે. જ્યારે આઈસોલેશન વોર્ડના 41 ટકા બેડ પણ ભરાઈ ગયા છે

(11:53 am IST)