Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાત મોડેલ : સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે :ઉદ્યોગોમાં 22 વર્ષમાં માત્ર 1.20 લાખને નોકરી

કાયમી કરતાં ફીક્સ પગારના કર્મચારીઓ વધી ગયા: દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે 22 વર્ષના ભાજપ રાજની પોલ ખોલી નાંખી

અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.

વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે

વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જે વર્ષ 2020માં ૩89424 થવા જાય છે. ત્‍યારે 19100 વ્‍યક્‍તિઓનું મહેકમ વધ્‍યું છે.

જિલ્લા પંચાયતોમાં વર્ષ 2019માં 254679ની સામે વર્ષ 2020માં 247494 એટલે 7185 મહેકમ ઘટયું છે.

 

રાજ્‍ય સરકારની વિવિધ કચેરીઓમાં વર્ગ-1થી 4નું મહેકમ 46404૩નું છે, સાતમા પગારપંચ મુજબ 298686 અધિકારી – કર્મચારી, છઠ્ઠા પગારપંચને આધીન 852 કર્મચારી છે.

આઉટસોર્સીંગ અને કરાર આધારિત 1127૩6 કર્મચારીઓ અને ફીક્‍સ પગારના 51769 કર્મચારીઓ છે. રાજ્‍યમાં કાયમી કર્મચારીઓ 2995૩8 છે. અને આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારના 164505 કર્મચારીઓ સરકારી વિભાગોમાં કામ કરે છે, એટલે અંદાજીત 45% કરતાં વધારે લોકોની આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારથી ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સીંગ, ફીક્‍સ પગારના કર્મચારીઓને વર્ષ 2019-20માં રૂા. 80664.67 લાખ ચૂકવવામાં આવ્‍યા, જ્‍યારે વર્ષ 2020-21માં રૂા. 90745.80 લાખ ચૂકવવામાં આવ્‍યાહતા

વર્ષ 1975થી 1995ના 20 વર્ષના ગાળામાં 8019૩ લોકોને સરકારી નોકરી મળી હતી. વર્ષ 201૩-14થી 2019-20 સુધીમાં 7 વર્ષના ગાળામાં 72927 લોકોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2018થી 2020 સુધીમાં ૩ વર્ષના ગાળામાં 442૩ ખાલી જગ્‍યાઓ માટે 2265144 લોકોએ અરજી કરી હતી જે રાજ્‍યમાં બેરોજગારી કેટલી છે તે સ્‍પષ્‍ટ કરે છે.

ગુજરાત જાહેર સેવા આયોગના વર્ષ 2019-20ના રિપોર્ટમાં જણાવ્‍યા મુજબ, વર્ષ 2015-16થી 2019-20 સુધીના 5 વર્ષના સમયગાળામાં 1404૩ લોકોની ભરતી કરી છે, જેમાં એસ.સી. સમાજના 1029, આદિવાસી સમાજના 2117, બિનઅનામતના 1882 અને ઓ.બી.સી.ના 5822 લોકોનો સમાવેશ કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગની સહાયક અનુદાન મેળવતી સંસ્‍થાઓમાં મંજુર મહેકમ 16૩0 જગ્‍યાઓ સામે 685 જગ્‍યાઓ ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ભરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ પોતે પણ 40% જેટલી ભરતીઓ કરાર આધારિત, ફીક્‍સ પગાર અને આઉટસોર્સીંગથી કરે છે.

10 વિભાગોમાં માર્ચ-2017થી 2019 સુધી આયોગે 417 જગ્‍યાની ભલામણ કર્યા છતાં પણ સરકારે આ વિભાગોમાં ભરતી કરી નથી.

રાજ્‍યની જિલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4નું મહેકમ 247494નું છે, જેમાં સાતમા પગારપંચ મુજબ 209521, આઉટસોર્સીંગ અને કરાર આધારિત 570૩ અને ફીક્‍સ પગારથી ૩2242 જગ્‍યાઓ ભરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતોમાં પણ કાયમી કર્મચારીઓ 209549 અને ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ૩7945 જગ્‍યાઓ ભરાયેલ છે.

(11:38 am IST)