Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સેન્‍ટર ઓફ એકસેલેન્‍સ ફોર ફલોરીકલ્‍ચર એન્‍ડ મેન્‍ગો સેન્‍ટર, ચણવઇની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ તાલુકાના ચણવઈ ખાતે બાગાયત વિભાગ સંચાલિત સેન્‍ટર ઓફ એકસેલેન્‍સ ફોર ફલોરીકલ્‍ચર એન્‍ડ મેન્‍ગો સેન્‍ટરની જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ વિવિધ ફુલપાકોના સંશોધનોનું નિરીક્ષણ તથા આંબાપાકોના વિવિધ જાતોના પ્‍લોટનું નિદર્શન કર્યું હતું. તેમણે સેન્‍ટર ખાતે ચાલતી વિવિધ તાલીમો તથા ધરૂઉછેર વગેરેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પ્રોજેકટ ઓફીસર જે.સી.પટેલ હાજર રહયા હતા.

 આ સેન્‍ટર ખાતે ફળપાકોમાં આંબાપાકોના વિવિધ જાતોમાં કેસર, સોનપરી, હાફુસ, દશેરી, વિદેશી આંબાકલમ એવી ટોમી, એટકીન, કેન્‍ટ અને ફુલપાકોમાં મુખ્‍યત્‍વે ઓર્કીડ ક્રીસનથેમમ, જર્બેરા, ગુલાબ, એડેનીયમ વગેરે તથા ઓપન ફીલ્‍ડમાં સેવંતીની વિવિધ જાતોના, રંજનીગંધા, ગ્‍લેડીયોલસ, બીજલી ગુલાબ, મોગરા, ગલગોટા વગરેના નિદર્શન કરવામાં આવ્‍યા છે.

 આ ઉપરાંત ફુલપાક, શાકભાજી, આંબાના છોડ અને કલમોનું સરકારી ભાવે વેચાણ કરવામાં આવે છે. આ સેન્‍ટર દ્વારા ખેડુતો, વિદ્યાર્થીઓ અને ખેતમજૂરોને સ્‍કીલ ડેવલપમેન્‍ટ ઈન ફલોરીકલ્‍ચર ક્રોપસ અંતર્ગત ૧૦ થી ૩૦ દીવસની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ગુજરાતમાંથી કોઈ પણ ખેડુતો, ખેતમજરો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જિલ્લા કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે આ સેન્‍ટરની મુલાકાત લઇ કામગીરીની સરાહના કરી હતી.

(10:37 am IST)