Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાત ATSને 300 કરોડના ઓઈલ ચોરી કેસમાં મોટી સફળતા : સંદીપ ગુપ્તા ગેંગના વધુ બે આરોપીઓ મહમંદ વસીમ અને મુનેશ ગુર્જરની ધરપકડ

આરોપીઓ મહમંદ વસીમ અને મુનેશ ગુર્જરની ગુજસીટોક ગુના હેઠળ ધરપકડ કરી

પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતા સંદીપ ગુપ્તા ગેંગના વધુ બે આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત ATSની ટીમે આરોપીઓ મહમંદ વસીમ અને મુનેશ ગુર્જરની ગુજસીટોક ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 14 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી 300 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું ખુલ્યું છે.

અત્યાર સુધીમાં ગુજરાત ATSની ટીમે સંદીપ ગુપ્તા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ પોલીસે દુબઈથી મુંબઈ આવી રહેલા સંદિપ ગુપ્તા અને તેના સાગરીત નિશાંત કાર્નિકની ધરપકડ કરી હતી. આ ઓઈલ ચોરી કરતી ગેંગ અગાઉ 2013મા રાજેસ્થાનમાં ઝડપાઈ હતી. ગુજરાતમાં પણ મોરબી, ખેડા અને વડોદરા જિલ્લામા કરોડોનુ ઓઈલ ચોરી કર્યુ હતું.

આરોપીઓએ રાજસ્થાન, ગુજરાત ,પશ્ચિમ બંગાળમાં કોલકતા, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુના આચર્યા છે. આરોપીઓ છેલ્લા 15 વર્ષથી ઓઈલ ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઓઈલ ચોરી કરતી આતંરરાજય ગેંગનો માસ્ટર માઈન્ડ સંદિપ ગુપ્તા હરિયાણાના ગુડગાંવનો રહેવાસી છે. તેના પિતા દિલ્હીમા પેટ્રોલપંપ ચલાવતા હતા. જયારે સંદિપ બળેલા ઓઈલનો ધંધો કરતો હતો. અને ત્યાર બાદ તેણે ઓઈલ ચોરી કરવા માટે ગેંગ બનાવી હતી. આ ગેંગની મોડ્સઓપરેન્ડી મુજબ  આરોપીઓ ઓઇલની પાઈપ લાઈનમાં પંકચર કરવા 300થી 400 મીટર પોતાની લાઇન નાખતા હતા. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. આરોપીઓ જૂના ટેન્કર ખરીદી કરીને તેનું આરટીઓ પાસીંગ મેળવીને જુદા-જુદા રાજયોમા ઓઈલ ચોરી કરતા હતા.

આ ઓઈલ ચોરી કરતી ગેંગ અગાઉ 2013મા રાજસ્થાનમાં ઝડપાઈ હતી. ગુજરાતમાં પણ મોરબી, ખેડા અને વડોદરા જીલ્લામા કરોડોનું ઓઈલ ચોરી કર્યુ હતું. જેથી આ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધાતા એટીએસએ અત્યાર સુધીમા માસ્ટર માઈન્ડ સંદિપ ગુપ્તા અને તેની ગેંગ સહિત 4ની ધરપકડ કરી છે. જ્યારે હજુ ફરાર ગેંગના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે

(9:02 am IST)