Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વિદ્યાર્થીની માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ : 9મી એપ્રિલે વધુ સુનાવણી

સુરતના એક વિદ્યાર્થીએ પોતાને SVNIT ની એકેડેમિક પર્ફોમેન્સ રિવ્યુ કમિટીએ સંસ્થામાંથી હાંકી કાઢવાના નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ વિદ્યાર્થી સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે

અરજીમાં વિધાર્થીએ જણાવ્યું કે માનસિક સમસ્યા અને ડિપ્રેશનના કારણે તે પરીક્ષામાં હાજર ન રહી શક્યો નહતો. જેથી બીજા સેમેસ્ટરમાં 25 ક્રેડિટ ન મેળવતા SVNITની એકેડેમિક પર્ફોમેન્સ રિવ્યુ કમિટીએ તેને સંસ્થામાંથી હાંકી કાઢ્યો.  આ મુદ્દે SVNITને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 9મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

અરજદાર તરફે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે SVNITની એકેડેમિક પર્ફોમેન્સ રિવ્યુ કમિટીનો આદેશ રદ કરવામાં આવે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે અરજદાર માનસિક તકલીફ અને ડિપ્રેશનથી જાન્યુઆરી 2020થી પીડાઈ રહ્યો હતો અને લૉકડાઉનના સમયગાળા દરમિયાન સમસ્યામાં વધારો થવાના કારણે ઓનલાઈન પરીક્ષામાં હાજર થઈ શક્યો નહિ

અરજદારે આ અંગેની જાણ તેના માતા-પિતાને પણ જાણ કરી ન હતી. જોકે ત્રીજા સેમેસ્ટરની ફી ભરવાની પ્રક્રિયા દરમિયાન અરજદારના માતા-પિતાને સમગ્ર બાબતની જાણ થઈ હતી.

અરજદાર તરફે માંગ કરવામાં આવી છે કે તેને આગામી સમયમાં યોજાનાર સપ્લીમેન્ટરી પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવે. જેથી તે પોતાના ક્રેડિટ કવર કરી શકે. 2 – 3 માસ સુધી એકાંતવાસની અસર કેટલાક માણસોમાં અલગ અલગ રીતે જોવા મળી છે. અરજદારની માંગ છે કે દરેક માણસને બીજા ચાન્સ આપવામાં આવે છે ત્યારે તેને પણ એનો લાભ આપવામાં આવે.

અરજદારે મેડિકલ સર્ટિફિકેટ સાથે પોતાની માનસિક તકલીફ દર્શાવતી રજુઆત પણ SVNIT સમક્ષ કરી હતી જોકે તેની નોંધ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 17 વર્ષની વયે અરજદાર સહિત અન્ય વિધાર્થીઓ દબાણ અને સ્પર્ધાને લીધે ઘણીવખત અનિશ્ચિયતાનો સામનો કરવો પડે છે.

(9:46 pm IST)