Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરતમાં આણંદના શખ્સની હત્યાના આરોપી ઝડપાયા

સીસીટીવીમાં કેદ થયા હતા ખૂની ખેલના દૃશ્યો :સિદ્ધાર્થની ઠંડા કલેજે હત્યા કરી અને નિકુંજ અને પ્રકાશે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખાસ યોજના બનાવી હતી

સુરત,તા.૨૬ : સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંદના માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાન સિદ્ધાર્થ રાવની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી આવીને તેની ગાડીમાં જ ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જોકે, આ ઘટનાને પાગલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના મામલે પોલીસે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને  મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગદ અદાવતમાં બની હોવાનું સામે આવતા પોલીસે  સે  નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખભાઈ સાંગાણી અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળાની પોલીસે ધરપકડ કરી હતી. સુરતના સરથાણા પાસે આવેલ  તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં કાર પાર્ક કરતા આણંદનો વતની અને અગાઉ ફાઈનાન્સનો ધંધો કરતો તેમજ હથિયાર, મારામારી સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાયેલો વર્ષીય સિદ્ધાર્થ સંદીપભાઈ રાવને બાઈક પર આવેલા બે ઈસમોએકારમાં જ તેને બંન્ને પગનાં ઘુટણ તથા સાથળના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા.

            ગંભીર રીતે ઘવાયેલા સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા પોલીસે  નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખભાઈ સાંગાણી અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા પોલીસે ધરપકડ કરી હતી. જોકે  સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતા અને અગાઉ લૂંટના ગુનામાં ઝડપાયેલા નિકુંજની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોમન મિત્ર થકી મિત્ર બનેલા સિદ્ધાર્થ પાસે નિકુંજે આઠ દિવસ અગાઉ તેની કાર વાપરવા લીધી હતી. પરંતુ પૈસાની જરુર હોય નિકુંજે સિદ્ધાર્થની જાણ બહાર તે કાર વરાછા વિસ્તારમાં ગીરવે મૂકી રૂ.૫૦ હજાર લીધા હતા. આ અંગે જાણ થતા સિદ્ધાર્થે કાર પરત માંગી હતી. પણ નિકુંજ કાર પરત કરતો ન હોય સિદ્ધાર્થ સોમવારે સુરત આવ્યો હતો અને કાર માંગતા તેનો નિકુંજ સાથે ફોન ઉપર ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજને ગાળો આપી તેની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલ્યા બાદ મંગળવારે રાત્રે પણ વ્હોટ્સએપ ઉપર ગાળો આપતા અને તેના મિત્ર પ્રકાશ અંગે પણ ગંદી ભાષાનો ઉપયોગ કરી ઓડિયો મેસેજ કર્યા હતા. આથી ઉશ્કેરાયેલા નિકુંજે તેના સાગરિત  પ્રકાશ સાથે મળી સિદ્ધાર્થની હત્યાની યોજના બનાવી તેને ગત સવારે સરથાણા જકાતનાકા ડ્રિમલેન્ડ બિલ્ડીંગ પાસે બોલાવી રહેંસી નાખ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવા બંને અલગ અલગ બાઈક ઉપર વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા.

(8:45 pm IST)