Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આરટીઓ કચેરીમાં કાચું ડ્રાઈવિંગ લાઈસન્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકાર

કોર્ટે રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો

અમદાવાદઃ આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  કાચું લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રક્રિયાને પડકારતી એક જાહેર હીતની અરજી દાખલ થઇ હતી. કોર્ટે રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.

 

  ડ્રાઇવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરવા માટેની કામગીરી આરટીઓ સિવાયની અન્ય સંસ્થાઓને સોપવામાં આવેલી છે. અરજદારની રજૂઆત હતી કે અન્ય સંસ્થાને કાચુ લાઈસન્સ આપવાના અધિકારોની સાથે વધારાના સો રૂપિયા જે પ્રતી લાઈસન્સ જે તે સંસ્થાને આપવામાં આવે છે તે પ્રજાએ ભરેલા ટેક્ષમાંથી ચૂકવાય છે. આમ જનતાના ખિસ્સા ઉપર બોજ સમાન છે

 . બીજુ કે આ સંસ્થાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે ફક્ત થોડો કલાક જ કામગીરી કરે છે. અને પરિણામે હાલ લર્નિંગ લાઈસન્સ માટે 3 મહિના સુધીનું વેઈટિંગ પણ ચાલી રહ્યુ છે. જે લોકો માટે ભારે હેરાનગતી છે. તે સિવાય આ સંસ્થાઓ પાસે કોઈ જાતના આધાર-માળખું નથી. પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ પણ નથી. તેથી લાઇસન્સ મેળવવા માટે લાંબી લાઇનો લાગે છે.
  આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તથા તેમના સમયનો વ્યય થાય છે. સાથે સાથે જે પણ કર્મચારી કાચું લાઈસન્સ ઈસ્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરે છે. તે પણ કેન્દ્ર સરકાર દ્વારા કાચુ લાઈસન્સ ઇશ્યૂ કરવા માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે. તે લાયકાત પ્રમાણેના નથી હોતા.
  આ કારણોસર આવી રીતે અન્ય સંસ્થાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસ્યૂ કરવાની પરવાનગી આપવાનો કોઈ અર્થ નથી રહેતો. ઓબ્જેક્શન ટેસ્ટનો ડેટા અને તેની સામગ્રી પણ આ સંસ્થાઓ નક્કી કરે છે. જ્યારે વાહન વ્યહવાર અધિનીયમ પ્રમાણે સક્ષમ અને એક્સપર્ટ અધિકારી દ્વારા તમામ ડેટા અને સામગ્રી ધ્યાનમાં લેવામાં અને નક્કી કરવામાં આવવી જોઈએ.

(10:40 pm IST)