Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ખંભાતમાં ટાવર નજીક મંજૂરી વગર સભા કરીને ઉશ્કેરણી જનક ભાષણો આપવા બદલ પોલીસે પૂર્વ ધારાસભ્ય સહીત 18 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ખંભાત: શહેરમાં ગત તા. ર૩મીએ થયેલા કોમી તોફાનોને પગલે-પગલે ગઈકાલે ગવારા ટાવર પાસે મંજૂરી વગર સભા કરીને ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ પોલીસે પૂર્વ ધારાસભ્ય સહિત ૧૮ વ્યકિતઓ વિરુદ્વ ગૂનો દાખલ કર્યો છેે.

જેમાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ શાહ ઉર્ફે યોગેશ સાડી, નાનકાભાઈ પટેલ, જયવીર જોષી, નંદકીશોર બ્રહ્મભટ્ટ, છતરડીવાળા આશ્રમના વિશ્વાનંદ સ્વામી, હિન્દુ જાગરણ મંચના હંસાબેન શ્રીગોળ, પ્રમુખ કેતનભાઈ પટેલ (નડીઆદ), હિન્દુ જાગરણ મંચના પ્રમુખ નીરવભાઈ જૈન (વડોદરા), ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કલ્પેશ પંડિત, અશોકભાઈ ખલાસી, રાજુભાઈ રાણા (કાઉન્સિલર), રીટાબેન રાણા, બલરામ પંડિત, પાર્થિવ પટેલ અને મંગો શાહ (ભૂતપૂર્વ કાઉન્સિલર)વિરૂદ્ઘ જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની ફરિયાદ અનુસાર આ સભામાં અંદાજે ૬ હજાર જેટલી માનવમેદની એકત્ર થઈ હતી અને ત્રણેક કલાક સુધી ઉશ્કેરણીજનક ભાષણો કરી/કરાવ્યા હતા.

(5:52 pm IST)