Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સુરતના આઈમાતા રોડ પર વેપારીને પેમેન્ટ ન ચૂકવી આંધ્રપ્રદેશના એજન્ટ દ્વારા 31.60 લાખની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરના આઈમાતા રોડ સ્થિત રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલમાં લેડીઝ ડ્રેસનું કાપડ અને કુર્તીનો વેપાર કરતા કતારગામના વેપારી પાસેથી આંધ્રપ્રદેશના કૂપ્પમના એજન્ટે જુદીજુદી પાર્ટીઓ તેમજ પોતાના માટે રૂ.31.60 લાખની મત્તાનું કાપડ લીધા બાદ પાર્ટીઓ પાસેથી પેમેન્ટ તો લઇ લીધું હતું પરંતુ સુરતના વેપારીને નહીં ચૂકવી થાય તે કરી લેવાની ધમકી આપતા ભોગ બનનાર વેપારીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં ધનરાજ સોસાયટી ઘર નં.107 માં રહેતા 33 વર્ષીય ચેતનભાઈ રતિલાલ સાવલીયા આઈમાતા રોડ સ્થિત રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલમાં શોપ ઓન બીટના નામે લેડીઝ ડ્રેસનું કાપડ અને કુર્તીનો વેપાર કરે છે. ચેતનભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અરૂણકુમારે પાર્ટીઓ પાસેથી પેમેન્ટ લઈ લીધું છે પણ તેમને ચુકવ્યું નથી. ચેતનભાઈએ ઉઘરાણી કરી તો અરૂણકુમારે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. આખરે ગતરોજ ચેતનભાઈએ અરૂણકુમાર વિરૂદ્ધ પુણા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

(5:39 pm IST)