Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભરૂચના દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં 50 હજારની લાંચ લેતા વચ્ચેનો શખ્સ ઝડપાતા હેડકોન્સ્ટેબલ ફરાર થઇ જતા શોધવા કવાયત હાથ ધરવામાં આવી

ભરૃચ: જિલ્લાના દહેજ મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી રૃા.૫૦ હજારની લાંચ લેતા વચેટિયાને વડોદરા ગ્રામ્ય એસીબીએ ભરૃચ ખાતેથી ઝડપી પાડયો હતો જ્યારે હેડ કોન્સ્ટેબલ મનિષ મિસ્ત્રી ફરાર થઇ ગયો હતો. કારમાંથી દારૃની બોટલ મળતા કેસ નહી કરવા હેડ કોન્સ્ટેબલે રૃા.૧.૨૫ લાખની લાંચ માંગી  હતી.

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ કારનો ચાલક ભરૃચ લગ્નમાં આવતો હતો ત્યારે તેના પિતાના મિત્રની ગિફ્ટ ભરૃચ લઇ જવાની હોવાથી તે ગિફ્ટ પોતાની કારમાં લઇને નીકળ્યો હતો. ભરૃચના મઢુલી સર્કલ પાસેથી પસાર થતી વખતે એક સ્કોડા કાર ઘસી આવી હતી અને ગિફ્ટ લઇને જતા ચાલકની કાર રોકી પોતે પોલીસ હોવાની ઓળખ આપી કારમાં ચેકિંગ કર્યુ ત્યારે ગિફ્ટમાંથી દારૃની બોટલ મળી હતી.

(5:38 pm IST)