Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઉનાળાનું અમૃત ગણાતી ગલેલીનું નર્મદામાં વેચાણ શરૂ થતા શહેરીજનોમાં ભારે માંગ: ભાવ બમણા

સુરત,વડોદરા સહિતના શહેરો માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના ના સ્થળો પર આવતા પ્રવાસીઓની માંગ વધતા ભાવ બમણા

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : ઉનાળામાં સ્વાથ્ય માટે ગુણકારી ગણાતી ગલેલી (તાડફોડી)નર્મદા જિલ્લામાં વધુ થતી હોવાથી અગાઉના વર્ષોમાં એ મફતની કિંમતે એટલેકે ચાલીસથી પચાસ રૂપિયે કિલોના ભાવે વેચાતી હતી અને હાઇવે માર્ગ પર લોકો ઢગલા લઈ વેચાણ કરતા હતા ત્યારે હાલ ઉનાળામાં આ ગલેલી બમણા ભાવે મળતા સ્થાનિક લોકો માટે માટે એ ખાવી મોંઘી થઈ છે. 

  સુરત,વડોદરા જેવા મોટા શહેરોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો પર પ્રવાસે આવતા પ્રવસીઓની સંખ્યા વધતા અને એ તરફ ના લોકો માટે આ ફળ ખુબ મનપસંદ હોવાથી ગમે તે ભાવે શહેરના લોકો એને ખરીદી કરતા હોય જેથી અગાઉ કરતા હાલ ગલેલીના ભાવ બમણા થતા સ્થાનિકોની આવક જરૂર વધી છે પરંતુ નર્મદા વાસીઓ માટે એ જરૂર મોંઘી પડી રહી છે.

 

(3:29 pm IST)