Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજપીપળાના સફેદ ટાવર પાસે નસેબાજ ટ્રક ચાલકે રેલિંગ તોડ્યા બાદ બીજી ઘટનાથી લોકોમાં ફફડાટ

શહેરમાં વધુ એક વાહન ચાલકે બેફામ વાહન હંકારી વાહનોનો ખુરદો બોલાવ્યો:જુના પો.સ્ટે.થી શાક માર્કેટ તરફ જવાના રસ્તે વાહન ચાલકે આડેધડ વાહન ચલાવતા પાર્ક કરેલા વાહનોને નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ તરફથી જુના પો.સ્ટે.જવાના માર્ગ પર ગતરાત્રે કોઈ વાહન ચાલકે બેફામ વાહન હંકારતા છેક શાક માર્કેટ સુધી પાર્ક કરેલા વાહનો,કેબલના લટકતા વાયરોને નુકસાન કરી વાહન ચાલાક નાસી છૂટ્યો હતો

  લોકોએ સવારે ઉઠી જોયું ત્યારે આ બાબત ખબર પડી જેમાં કાર,બાઈક,વાયરો સહિતને નુકસાન થયું હતું.જોકે રાત્રીના સમયે આ ઘટના બનતા કોઈ રાહદારી અડફેટેમાં આવ્યા નથી બાકી મોટી દુર્ઘટના બની હોત આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ હાલ માજ સફેદ ટાવર પાસે એક નસેબાજ ટ્રક ચાલાકે ભરચક વિસ્તાર માજ નસમાં ધૂત થઈ રેલીંગ સાથે ટ્રક અથાડી નુકસાન કર્યું હતું આમ ટૂંકા ગાળામાજ આવી બીજી ઘટના બનતા તંત્ર એ હવે કડક થવું જરૂરી બન્યું છે.

(1:53 pm IST)