Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કરજનો 'વિકાસ' : ગુજરાત સરકાર માથે રૂ. ર,૪૦,૬પર કરોડનું દેવું

બે વર્ષમાં કરજમાં રૂપીયા ૪૧૩૧૪ કરોડનો વધારો

ગાંધીનગર, તા., ૨૭: રાજય સરકારના જાહેર દેવા બાબતે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા.૩૧-૧ર-૧૯ની સ્થિતિએ રાજય સરકારનું દેવું રૂ. ર,૪૦,૬પર કરોડનું છે.

છેલ્લા બે વર્ષમાં વર્ષબાર જાહેર દેવામાં વર્ષ ૧૭-૧૮ માં રૂ. ૧૩,રપ૩ કરોડ અને વર્ષ ૧૮-૧૯માં રૂ. ર૮,઼૦૬૧ કરોડનો વધારો થયો છે. આ જાહેર દેવા અંગે કુલ રૂ. ૩પ,ર૭૦ કરોડ વ્યાજ અને રૂ. ર૮,૧૪૦ કરોડની રકમ મુદલ પેટે છેલ્લા બે વર્ષમા઼ ચુકવવામાં આવ્યા છે.રાજય સરકાર જાહેર દેવુ ઓછુ થાય અને સરકાર ખુબ જ સારી રીતે ચાલે તેવા પ્રયત્નો ચાલી રહયા છે.

(1:18 pm IST)