Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સુરતમાં ચકચારી સૂર્યા મરાઠીની હત્યા મામલે ચોકબજાર પોલીસે વધુ બે આરોપીઓ ઝડપ્યા

આગાવ હત્યા કરનાર અને હત્યાના કાવતરામાં સંડોવાયેલ છ આરોપીઓ ઝડપાયા હતા

સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે ચોક બજાર પોલીસે વધું બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ કુલદીપ પટેલ અને શૈલેષ વાટલિયા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓએ હાર્દિક પટેલ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો અને બંનેએ એવી કબૂલાત આપી છે કે તેમણે પણ સુર્યા મરાઠીને છરીના ઘા માર્યા હતા.

(12:43 pm IST)