Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સુરત રેન્જ કચેરીએ રેન્જ વડા દ્વારા ૭૩મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ

સુરત રેન્જ વડા એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનએ ધ્વજવંદન કરી, રાષ્ટ્ર ધ્વજને સલામી આપી:શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી:અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરત રેન્જ કચેરી ખાતે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ  ૭૩મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં સુરત રેન્જ વડા એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી હતી

(9:36 pm IST)