Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પતિના પર સ્ત્રી સાથેના સંબંધમાં ટોકતા પતિએ પુત્રી સાથે મળી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પત્નીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં રહેતા 64 વર્ષીય ધનગૌરી બહેન પ્રકાશભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. જે પૈકી પુત્રી નેહાના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા ત્યારબાદ છૂટાછેડા થતાં 15 વર્ષથી મારી સાથે રહે છે. મારા પતિના અન્ય મહિલા સાથે સબંધ હોય જે અંગે પતિ તથા પુત્રી નેહાને જણાવતા તેઓ અવારનવાર મને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઝઘડો કરતા હતા. મને ડાયાબિટીસની બીમારી હોવાની સાથે બે વખત હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો છે પતિ અને પુત્રીના ત્રાસથી હું મારી બહેનના ઘરે છેલ્લા અઠવાડિયાથી રહું છું

22મી જાન્યુઆરીના રોજ તેઓ ઘરે હતા તે સમયે પુત્રી નેહાએ પોતાને પીવા માટે ચા બનાવી મારી ચા બનાવી હતી. જેથી મે જાતે ચા બનાવી હતી. સમયે મારી પૌત્રી બિસ્કીટ ખાતી હોય જે એક બિસ્કીટ મેં માંગતા મારી પુત્રી નેહાએ જણાવ્યું હતું કે, હું મારા પૈસાથી બિસ્કીટ લાવી છું તને નહીં આપું તેમ કહી મુઠ માર માર્યો હતો. દરમિયાન સંબંધીઓ દોડી આવતાં મને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. અને જો ફરીથી ઘરે રહેવા આવીશ તો જાનથી મારી નાખવાની મારી પુત્રીએ ધમકી આપી છે.

(5:32 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST